VIDEO: રેલવે લાઇન પાસે અચાનક લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂરે-દૂર સુધી દેખાયા
સોર્સ : gstv
કચ્છ જિલ્લાના સામખીયાળી પાસે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સામખીયાળી ટોલનાકા નજીક આવેલી રેલવે લાઇન પાસે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બપોરના સમયે અચાનક લાગેલી આ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટના અંગે સ્થાનિકો દ્વારા ત્વરિત જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

