VIDEO: અમિત શાહ ૨૭ સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે: પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ
સોર્સ : gstv
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ૨૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ લક્ષી કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.આ મુલાકાત વેળાએ ગૃહમંત્રી દેશની પ્રથમ લિક્વીફાઈડ નેશરલ ગેસ એટલે કે LNGસંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સાથે તેઓ ભારતીય રેલવેના અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડને પણ દેશને સમર્પિત કરશે. કેન્દ્રીય મંત્રીની આ મુલાકાતથી ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય ઉમેરાશે. વહીવટી તંત્ર દ્વારા તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

