VIDEO: સાબરમતી નદીમાં ઇન્ટરસેપ્ટર લાઇન મુદ્દે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના મેયર અને સીટી ઇજનેર સામે સવાલો
સોર્સ : gstv
સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી આવતું અટકાવવા અને ચોમાસા દરમિયાન વરસાદી પાણી નદીમાં ઠાલવવા માટે રિવરફ્રન્ટ ખાતે ખાસ ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી. આ સિસ્ટમ મુજબ રસ્તાઓ પર વધુ પાણી ભરાય ત્યારે તે ઓવરફ્લો થઈને નદીમાં જવું જોઈએ, પરંતુ આ લાઇન યોગ્ય રીતે કામ કરતી ન હોવાનો મુદ્દો ઉઠ્યો છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સવાલ કર્યો હતો કે જો ઇન્ટરસેપ્ટર લાઇન કાર્યરત છે તો નદીમાં પાણી કેમ પહોંચતું નથી? આ ગંભીર પ્રશ્ન અંગે તેમણે મેયર અને સીટી ઇજનેરને રિવરફ્રન્ટ ખાતે બોલાવ્યા હતા. અગાઉ સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ગાજ્યો હતો, જે સંદર્ભે GSTV દ્વારા ધારાસભ્ય અમિત શાહ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

