VIDEO: કચ્છની ધરા ફરી ધ્રુજી; ભૂકંપના બે આંચકા અનુભવાતાં સરહદી પંથકના લોકોમાં ફફડાટ
સોર્સ : gstv
કચ્છ સરહદે માત્ર ત્રણ મિનિટના ટૂંકા અંતરે ભૂકંપના બે આંચકા અનુભવાતાં ફફડાટ વ્યાપી ગયો છે. સાઉથ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય થવાના કારણે આ કંપનો નોંધાયા છે. પ્રથમ આંચકો બપોરે ૨:૨૦ વાગ્યે ખાવડાથી ૩૨ કિલોમીટર દૂર ૩.૬ ની તીવ્રતાનો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ક્રિક વિસ્તારમાં હતું. ત્યારબાદ બપોરે ૨:૨૩ વાગ્યે ધોળાવીરાથી ૩૨ કિલોમીટર દૂર ૩.૨ ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ બીજા કંપનનું કેન્દ્રબિંદુ પણ પાકિસ્તાન બોર્ડર નજીક ક્રિક વિસ્તારમાં જ નોંધાયું છે. બેક-ટુ-બેક આવેલા આ આંચકાઓએ સરહદી પંથકમાં લોકોની ચિંતા વધારી દીધી છે.

