Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Severe shortage of petrol and diesel; Queues of vehicles at pumps

VIDEO: Kutchમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછતથી હાહાકાર; પંપો પર વાહનોની લાંબી કતારો, ક્યાંક ઝપાઝપી તો ક્યાંક 'નો સ્ટોક'ના બોર્ડ

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સમગ્ર  કચ્છ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે અને સામાન્ય લોકોમાં ભારે હાહાકાર મચી ગયો છે. પેટ્રોલ પંપો પર દિવસ-રાત વાહનોની લાંબી કતારો લાગી રહી છે અને લોકો કલાકો સુધી પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. અનેક સ્થળોએ ઝપાઝપી જેવી પરિસ્થિતિ સર્જાતા તણાવનો માહોલ ઉભો થયો છે, જ્યારે કેટલાક પંપ સંચાલકોએ “સ્ટોક નથી” કહીને પંપ બંધ કરી દીધા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રિક્ષાવાળા, છકડાવાળા અને દૈનિક કમાણી કરનાર લોકો સૌથી વધુ પરેશાન બન્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક-એક લીટર ઈંધણ માટે રાતભર પંપ બહાર સૂવા મજબૂર થયા છે. ખેડૂતોના ટ્રેક્ટર ઉભા રહી ગયા છે, દૂધની ગાડીઓ બંધ પડી છે અને સ્કૂલ બસોની સેવા પણ ઠપ થઈ ગઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મોંઘવારીની વચ્ચે ઈંધણની અછતે લોકોની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે અને સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. કચ્છની જનતાએ તાત્કાલિક પેટ્રોલ-ડીઝલનો પૂરતો પુરવઠો શરૂ કરવાની અને તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

App Store