VIDEO: ભુજમાં માર્ગ સલામતી રેલી, ટ્રાફિક નિયમોના પાલન માટે લોકોને અપીલ
સોર્સ : gstv
પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતીને લઈને વિશિષ્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના જયુબિલી ગ્રાઉન્ડ સર્કલ ખાતેથી યોજાયેલી રેલીમાં “લેનમાં રહો, સુરક્ષિત રહો”ના સૂત્ર સાથે લોકોને ટ્રાફિક શિસ્ત જાળવવા અપીલ કરવામાં આવી હતી. દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવાના નિયમ અંગે પણ ખાસ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. માર્ગ અકસ્માતો નિવારવા માટે વાહનચાલકોને યોગ્ય લેનમાં વાહન ચલાવવા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ સુરક્ષાના આ અભિયાનમાં સ્થાનિક નાગરિકોને પણ મોટી સંખ્યામાં જોડાવા આહ્વાન કરાયું હતું. ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષિત ભુજ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

