VIDEO: ભુજમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા સાયકલોથોન યોજાઈ
સોર્સ : gstv
કચ્છના ભુજ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે યોજાયેલી સાયકલોથોનમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો તિરંગા સાથે જોડાયા હતા. ગુરુદ્વારાથી સાયકલોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતાના જયઘોષથી ભુજના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલ શાહ અને તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાયકલોથોન વિવિધ માર્ગો પરથી પસાર થઈ હોટેલ 3 ડી ખાતે પહોંચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવાનો અને સાયકલ સવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

