VIDEO: ભુજમાં ગંદા પાણીના નાળામાં ઉતરી તંત્રને જગાડવાનો પ્રયાસ
સોર્સ : gstv
કચ્છના ભુજના ઘાસચારા માર્કેટ પાસે ગંદા પાણીના નાળાની સફાઈ ન થતા લોકોમાં રોષ છે..અને આજે સ્થાનિક આગેવાનોએ વિરોધ નોંધાવવા ગંદા પાણીમાં ઉતરીને યોગ્ય સફાઈની ઉગ્ર માંગ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી આ નાળામાં અબોલ પશુઓ ઘૂંટણસમા ગંદા પાણીમાં ઊભા રહેવા મજબૂર છે. આજુબાજુના વેપારીઓપ્રવાસીઓ આ દુર્ગંધ તથા ગંદકીથી ત્રસ્ત છે, અને વિદેશી સહેલાણીઓ દ્વારા આ દ્રશ્યોના ફોટા પાડવાથી શહેરની છબી ખરાબ થઈ રહી છે. પ્રી-મોન્સૂન કામગીરી દરમિયાન અનેક રજૂઆતો કરવા છતાં માત્ર ખાતરીઓ જ મળી છે. બીજી તરફ, પાલિકા પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે અગાઉ સફાઈ કરાઈ હતી અને તાજેતરના વરસાદના લીધે ફેલાયેલી ગંદકીની પણ ટૂંક સમયમાં ફરીથી સફાઈ કરી દેવામાં આવશે.

