VIDEO: ભુજમાં હિટ એન્ડ રન: આર્મી ગેટ પાસે ઓવરલોડ વાહને ચાર વાહનોને કચડ્યા, ૫ ઘાયલ!
સોર્સ : gstv
કચ્છના ભુજમાં RTO સર્કલ નજીક આર્મી ગેટ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. બેફામ ઝડપે દોડતા ઓવરલોડ વાહને એકસાથે ચાર વાહનોને અડફેટે લીધા હતા. બ્રેઝા કાર, એક્ટિવા અને બાઇક સહિતના વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટો ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતમાં ચારથી પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

