VIDEO: પશ્ચિમ Kutchમાં PGVCLની ટીમે છેલ્લા 1 માસથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરી
સોર્સ : gstv
પશ્ચિમ કચ્છમાં પીજીવીસીએલની ટીમે છેલ્લા એક માસથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરી છે. 1.50 લાખ ગ્રાહકોનું અંદાજિત 89 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે જ્યારે 19.30 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે... લાંબા સમયથી બિલની ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે કડક પગલાં રૂપે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ઝુંબેશ હેઠળ ઉદ્યોગ, કોમર્શિયલ, ખેતીવાડી તેમજ રહેણાંક ગ્રાહકોના બાકી કનેક્શનોને નિશાન બનાવી ટીમો સ્થળ પર ડિશકનેકશન માટે પહોંચી હતી...ત્યારે અનેક ગ્રાહકો સ્થળ પર જ બાકી બિલની રકમ ભરી દેતા હોવાથી તેમનું વીજ ક્નકેશન તંત્ર દ્વારા કાપવામાં આવતું નથી....

