Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Military Intelligence Operation in Kutch: Large Amount of Illegal Army Uniforms Detected, Action Against 3

VIDEO: કચ્છમાં મિલિટરી ઇન્ટેલિજન્સનું ઓપરેશન: ગેરકાયદે આર્મી યુનિફોર્મનો મોટો જથ્થો ઝડપાયો, ૩ સામે કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાન સરહદ ધરાવતા સંવેદનશીલ કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. મિલિટરી ઇન્ટેલિજન્સ અને ભુજ બી-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભુજ RTO સર્કલ અને માધાપરના બે આર્મી-સ્પોર્ટ્સ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પ્રતિબંધિત ભારતીય સેનાના નવા પેટર્નના આર્મી કોમ્બેટ યુનિફોર્મનો ગેરકાયદે વેપાર પકડાયો છે. પોલીસે સ્થળ પરથી આશરે 128 મીટર કોમ્બેટ યુનિફોર્મ ફેબ્રિક, 50 જોડી ડ્રેસ, 280 નંગ કેપ અને 36 નંગ કોટ-જેકેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે નથુસિંહ ઢાકા, કાનજી મહેશ્વરી અને દુકાનમાલિક તારાચંદ શિવરાન સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  

App Store