Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Mule account scam network busted from Kutch, more than 32 crore transactions caught

VIDEO: કચ્છમાંથી મ્યુલ એકાઉન્ટનું કૌભાંડ નેટવર્ક ઝડપાયું, 32 કરોડથી વધુની લેવડદેવડ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પૂર્વ કચ્છમાં સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી ઓપરેશન MULE HUNT 2.0 હેઠળ બેન્ક ખાતા ભાડે આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ ગાંધીધામે કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે ગાંધીધામ અને અંજાર આસપાસ ચલાવવામાં આવતું હતું મુલ એકાઉન્ટનું નેટવર્ક ચલાવતા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી બેન્ક ખાતા ખોલાવાતા હતા. તપાસમાં કુલ 76 બેન્ક ખાતામાં રૂ. 32.62 કરોડથી વધુની લેવડદેવડ સામે આવી છે. આ નેટર્વક પાછળ અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 127 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓ ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટટાઈમ જોબ, OLX સહિતના ફ્રોડના નાણાં ખાતામાં જમા કરાવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ જપ્ત કર્યાં છે.

App Store