VIDEO: કચ્છના માંડવી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
સોર્સ : gstv
કચ્છના માંડવી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં સમગ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ સર્જાયો છે. ધોધમાર વરસાદના કારણે નાગનાથ મહાદેવ માર્ગ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસેલા વરસાદને લીધે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. માર્ગો પર પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં મુશ્કેલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

