Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Massive fire breaks out at solar company plant in Chhadwada village of Bhachau

VIDEO: ભચાઉના છાડવાડા ગામે સોલર કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કચ્છના ભચાઉના છાડવાડા ગામે કૌશલ એનર્જી નામની સોલર કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ભચાઉ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. આ આગ કયા કારણોથી લાગી તેનું કારણ અકબંધ છે. જોકે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 

App Store