VIDEO: ભુજમાં ફેક આઈડી બનાવી નકલી ચલણી નોટો આપવાની પેરવી કરતો ઇસમ ઝડપાયો, અન્ય આરોપીઓને શોધવા તજવીજ
સોર્સ : GSTV
કચ્છના ભુજમાં ફેસબુક પર ખોટી આઈડી બનાવીને નકલી નોટો આપવાની પેરવી કરતો એક ઇસમ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી મોસીમ સુમરા ફેસબુક પર નકલી આઈડી બનાવીને લોકોને ચલણી નોટો અને સોનાના બિસ્કિટના વીડિયો મોકલીને છેતરપિંડી કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને તેની પાસેથી સંબંધિત સામગ્રી કબ્જે કરી છે અને તેની વધુ પૂછપરછ ચાલુ છે. આ કેસમાં વધુ આરોપીઓની શોધમાં પોલીસે તપાસ તેજ કરી છે.

