VIDEO: જ્હોન અબ્રાહમ શૂટિંગ માટે કચ્છ પહોંચ્યા, સફેદ રણની કુદરતી સુંદરતા નિહાળી અભિનેતા થયા અભિભૂત
સોર્સ : GSTV
હિન્દી ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમ તાજેતરમાં કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેઓ પોતાની આગામી એક્શન ફિલ્મ ફોર્સ ૩ના શૂટિંગ માટે ધોરાજી પછી ધોરડો સ્થિત ખાનગી રિસોર્ટ ગેટવે ટુ રણમાં રોકાયા હતા. અભિનેતાએ સફેદ રણ, રોડ ટુ હેવન સહિત પાંચેક આકર્ષક સ્થળોએ ફિલ્મના મહત્વના દ્રશ્યો ફિલ્માવ્યા હતા. કચ્છના સફેદ રણની કુદરતી સુંદરતા અને વાતાવરણથી જ્હોન અબ્રાહમ અને તેમની ટીમ ખૂબ પ્રભાવિત થયા હતા. આ શૂટિંગ દરમિયાન 28 માર્ચથી 7 એપ્રિલ સુધી ધોરડો વિસ્તાર ફિલ્મી સેટમાં બદલાઈ ગયો હતો.

