VIDEO: કચ્છમાં ગૌવંશ કતલ મામલે હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ SP કચેરીએ કરી ઉગ્ર રજૂઆત, આરોપીઓ નિર્દોષ હોવાનું જણાવ્યું
કચ્છમાં કોમી એકતા તોડવાના પ્રયાસ સામે હિન્દુ-મુસ્લિમ સમાજના જાગૃત યુવાઓએ એકઠા થઈને કોમી એકતાના દર્શન કરાવ્યા છે. ભૂજના દહીસરા ગામે બે યુવાનોની શંકાસ્પદ ગૌવંશ કતલમાં ધરપકડ થતા વિરોધ થયો હતો. આ મામલે યુવાનો નિર્દોષો છે, તેમજ તેને ખોટી રીતે ફસાવ્યા હોવાનું જણાવી હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ ભુજની એસપી કચેરી પહોંચીને રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં એસપી કચેરી લોકો ઉમટી પડતા સઘન બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.
થોડા દિવસ અગાઉ ગૌવંશની કતલ બદલ બે યુવાનો પર કેસ બાદ તેમને માનકુવા પોલીસે જેલ હવાલે કર્યા છે. વાયર ચોરી કેસમા ઝડપાયેલા યુવાનોને પોલીસકર્મીના કહેવાથી ગાયની કતલ કર્યાની કબુલાત કરતા મામલો વધુ ઉગ્ર બન્યો અને પોલીસે આ મામલે ઢાંક પીછોડો કરવાના કથિત પ્રયાસ કર્યા તેમજ લોકો એકઠા ન થાય તેવા પણ પ્રયાસ કર્યા પરંતુ લોકો એકઠા થતા પોલીસ જ મુકપ્રેક્ષક બની રહેવું પડ્યુ છે.

