VIDEO: ભુજમાં ચાલુ ટ્રેલરમાંથી લોખંડના ભારે પાઇપ રસ્તા પર ખાબક્યા
સોર્સ : gstv
ભુજમાં પ્રિન્સ રેસિડેન્સી નજીક એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલરમાં બાંધેલા લોખંડના ભારે પાઇપ અચાનક બેલ્ટ તૂટવાને કારણે રસ્તા પર ફંગોળાયા હતા. પાઇપ રસ્તા પર વિખેરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક કાર અને ઓટો રિક્ષાને લોખંડના પાઇપની અડફેટે આવવાથી મોટું નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું સામે આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો, અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી.

