VIDEO: કચ્છના દયાપરમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી
સોર્સ : gstv
કચ્છના દયાપર ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કાર્યક્રમનો પ્રારંભ કરાવી દરેક નાગરિકને “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ વૃક્ષ વાવવા અપીલ કરી હતી. સરહદી તાલુકામાં પ્રથમ વખત આયોજિત આ મહોત્સવથી લોકોમાં પર્યાવરણ જતન અંગે નવી જાગૃતિ આવશે. વન વિભાગના પ્રયાસોથી કચ્છના ગ્રીન કવરમાં ૨૩૭ ચોરસ કિલોમીટરનો વધારો થતાં ગુજરાતમાં કચ્છ પ્રથમ સ્થાને રહ્યું છે. ૯ તાલુકામાં મિયાવાકી પદ્ધતિથી ૧૭ ‘વન કવચ’નું નિર્માણ કરાયું છે અને ૨૦૨૬-૨૭માં વધુ ૩.૮૧ લાખથી વધુ રોપાઓ વાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ પ્રસંગે પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું સન્માન કરાયું હતું.

