Video: કચ્છના 'રોડ ટુ હેવન' પર વન વિભાગની બેદરકારી: પ્લાસ્ટિકના કચરા અને પ્રવાસીઓના ઉપદ્રવથી વન્યજીવો પર જોખમ

સોર્સ: gstv

કચ્છના વર્લ્ડ ફેમસ 'રોડ ટુ હેવન' પર વન વિભાગ અને કલેક્ટરના જાહેરનામાની સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે, જ્યાં ધોરડોથી ધોળાવીરા વચ્ચે પ્રતિબંધ હોવા છતાં પ્રવાસીઓ મ્યુઝિક સિસ્ટમ વગાડીને અને પ્લાસ્ટિકનો કચરો ફેંકીને બેફામ ફરી રહ્યા છે. આ બેદરકારી અને અનધિકૃત પ્રવેશના કારણે ચીંકારા, શિયાળ અને વિદેશી પક્ષીઓ જેવા મૂગા વન્યજીવો ભયના માર્યા રણમાંથી પલાયન થઈ ગયા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગની આ નિષ્ક્રિયતા સામે હવે પ્રવાસીઓ અને નિયમ ભંગ કરનારાઓ સામે કચ્છ કલેક્ટર અનિલ રાણાવાસીયા ક્યારે કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો

જાહેરાત