Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Food poisoning after eating panipuri in Bhuj, more than 50 people hospitalized

Kutch News: ભુજમાં પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ, 50થી વધુ લોકો હોસ્પિટલમાં

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Kutch News: ભુજમાં પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ, 50થી વધુ લોકો હોસ્પિટલમાં
સોર્સ : GSTV

Food Poisoning Incident In Bhuj: ભુજમાં પાણીપુરી ખાધા બાદ 50થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી. આ પછી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. 

App Store

ભુજમાં પાણીપુરી ખાધા બાદ 50થી વધુ લોકોની તબિયત લથડી

મળતી માહિતી મુજબ, ભુજ તાલુકાના લોડાઈમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ગામમાં પાણીપુરી ખાધા બાદ 50થી વધુને લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો ઉપડ્યો હોવાનું જણાય છે. અચાનક તબિયત લથડતાં બાળકો, મહિલા સહિતના અસરગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જો કે, હાલ તમામ અસરગ્રસ્તોની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને ગામના સરપંચે જણાવ્યું હતું કે, 'તકેદારીના ભાગરૂપે ગામમાં ખાણીપીણીની દુકાનો-લારીઓ બંધ કરવામાં આવી છે.' સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે પાણીપુરીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.