VIDEO: કચ્છમાં ડીઝલની અછત મુદ્દે અસમંજસની સ્થિતિ સર્જાઈ, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને તંત્રનો વિરોધાભાસી દાવો
સોર્સ : gstv
કચ્છમાં ડીઝલની અછતના મુદ્દે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને વહીવટી તંત્રના વિરોધાભાસી દાવાઓને કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ નવગણ આહીરના જણાવ્યા અનુસાર, ડીઝલની અછતને લીધે 20 થી 25 ટકા ઉદ્યોગ ઠપ થઈ ગયો છે અને ટ્રકોને માત્ર 50 લિટર જ ડીઝલ મળતા સપ્લાય ચેન ખોરવાઈ છે, જેનાથી ડ્રાઇવરોની રોજગારી પર સંકટ આવ્યું છે.
બીજી તરફ, જિલ્લા તંત્રએ આ દાવાઓને નકારી કાઢતા જણાવ્યું છે કે જિલ્લાના ૩૫૨ પેટ્રોલ પંપ પર દરરોજ 42 લાખ લિટર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો એકદમ સામાન્ય છે. તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

