VIDEO: કચ્છ / અંજારના રતનાલ બાયપાસ હાઈવે પર સતત અકસ્માતોની ઘટનાનો વિરોધ, ગ્રામજનોએ ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો
સોર્સ : gstv
કચ્છના અંજાર તાલુકાના રતનાલ બાયપાસ હાઈવે પર સતત થતા જીવલેણ અકસ્માતોના વિરોધમાં આજે ગ્રામજનોએ ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા ચાર દિવસમાં જ અકસ્માતની વિવિધ ઘટનાઓમાં ત્રણ લોકોએ જીવ ગુમાવતા ગામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ જ ગામના વતની એવા રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ હોવા છતાં, વર્ષ 2024માં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કરવામાં આવેલી અંડરપાસની રજૂઆત હજુ સુધી સંતોષાઈ નથી. અંડરપાસના અભાવે નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વહેલી તકે સુવિધા ઉભી કરવા માંગ કરી છે.

