Bhuj news : કચ્છમાં ભૂજ-ખાવડા હાઈવે પર ઈકો-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં મોત

સોર્સ : GSTV
Bhuj news : ભૂજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઈકો અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યા છે. ખાનગી બસ અને ઇકો લુનિયા ફાટક નજીક સામસામે અથડાતા ટ્રાફિકજામના સર્જાયો હતો.
ભૂજમાં ઈકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત
મળતી માહિતી મુજબ, ખાવડા-ભીરંડીયારા રોડ પર આજે રવિવારે (19 ઓક્ટોબર) ખાવડાથી ભૂજ તરફ જતી ખાનગી લક્ઝરી બસ અને ઈકો વચ્ચે જોરદાર ટક્કર થતાં દુર્ઘટના બની હતી. ઇકો ઓવરટેક કરવા જતાં અકસ્માત થયો હતો, જેમાં બસ પલટી ખાઈ ગઈ હતી
અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના બનાવને પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા

