VIDEO: નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હાઈકોર્ટે સરકારને આપ્યા મહત્વના નિર્દેશ
ગુજરાતમાં નળ સરોવર, થોળ પક્ષી અભ્યારણ્યમાં જેવા સ્થળોએ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. નળ સરોવર, થોળ જેવા ઈકો સેન્સિટિવ ઝોન ખાતે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. આ મામલે સરકારના તમામ સંબંધિત વિભાગોએ હાઈકોર્ટમાં સોંગદનામા રજૂ કર્યા હતા.
ઈકો સેન્સીટીવ ઝોન ખાતે સેન્સિટિવ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવો
હાઇકોર્ટે સરકારને એવી સૂચના આપી હતી કે, નળ સરોવર જેવા પક્ષીના અભ્યારણ્ય ગણાતા તળાવોમાં બોટિંગને નિયમિત બનાવો. જેમકે તેના માટે લાયસન્સ ફરજિયાત કરો. તેમજ અભ્યારણ્ય પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવો. હાઈોકોર્ટે સ્પષ્ટ કર્યું કે, બોટિંગને બંધ કરવાની વાત નથી પરંતુ અહીં જતાં તમામ પ્રવાસીઓએ ફરજિયાત સ્ટીલની બોટલો વાપરવા સહિતનું ધ્યાન રાખવાનું રહેશે.
આગામી સમપ્તાહમાં થશે વધુ સુનાવણી
સરકારને ટકોર કરતાં કોર્ટે જણાવ્યું કે, રાજ્યમાં આવેલા વિવિધ પક્ષી અભ્યારણ્ય ખાતે પિકનિકમાં જતાં પ્રવાસીઓ પોતાની સાથે જમવાની વસ્તું લઈ જતાં હોય છે. જેમાંથી કેટલાંક મુલાકાતીઓ પક્ષીઓને ખાણીપીણીની વસ્તુ ખવડાવે છે, જે બંધ કરાવો. જેમાં લોકોને જમવાની ના નથી, પરંતુ ઈકો સેન્સિટિવ ઝોનથી દૂર રાખો. આમ, પક્ષી અભ્યારણ્ય ખાતે પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુ પર પ્રતિબંધ ફરવામવો. જો કે, સમગ્ર કેસ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહએ થશે.
GPCBએ શું કહ્યું?
ઈકો સેન્સિટિવ ઝોન પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધના મામલે સરકારે એવી રજૂઆત કરી હતી કે, 'અમે કોર્ટના નિર્દેશો મુજબ પોલીસી બનાવી રહ્યા છીએ.' જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)એ જણાવ્યું કે, 'ઇકો સેન્સિટિવ ઝોન ગણાતા થોળ નજીક અમે ઇન્ડસ્ટ્રી બંધ કરવા નોટિસ આપી દીધી છે. GPCBના નિયમોનું પાલન નહીં કરતી ઇન્ડસ્ટ્રીઓને સીલ કરી દેવામાં પણ આવી છે. GPCB, સ્થાનિક સત્તાધીશો અને અન્ય સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક યોજાઈ હતી અને તેમાં હાઈકોર્ટના નિર્દેશો મુજબ કાર્યવાહી શરૂ કરી દીધી છે.'

