Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Accident on Ratnal Bypass Road in Kutch, 2 women tragically die

VIDEO : KUTCH ના રતનાલ બાયપાસ રોડ પર અકસ્માત, 2 મહિલાઓના કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કચ્છના અંજાર રતનાલ બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે મહિલાઓના કરુણ મોત નીપજ્યા છે. સિનુગ્રાથી ભુજ તરફ જઈ રહેલી ઓરા કાર અચાનક રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ હતી અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પર સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

App Store