Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Villagers' outrage against misuse of Atrocity Act in Kheda Chaklasi, submits application to Collector-SP

VIDEO: ખેડાના ચકલાસીમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ સામે ગ્રામજનોનો આક્રોશ, કલેક્ટર-એસપીને આવેદનપત્ર પાઠવ્યો

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં એટ્રોસિટી એક્ટના કથિત દુરુપયોગ અને તોડબાજી સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન સુરેશ વાઘેલાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર અને એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું….આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક અસામાજિક તત્વો નાના વેપારીઓ, રિક્ષાચાલકો અને શાકભાજી વિક્રેતાઓને ખોટી અરજીઓમાં ફસાવીને નાણાકીય તોડબાજી કરે છે. ગ્રામજનોએ સાચા પીડિતોને સમર્થન આપવાની સાથે કાયદાના આ દુરુપયોગ સામે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની પ્રબળ માંગ કરી છે.

App Store