Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Massive fire breaks out in Nadiad's scrap warehouse, cuts off power supply, plunges half the city into darkness

VIDEO: નડિયાદના ભંગારના ગોડાઉનમાં ફાટી ભીષણ આગ, વીજ પુરવઠો કાપી નાખતા અડધા શહેરમાં છવાયો અંધારપટ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નડિયાદના મરીડા ભાગોળથી કબ્રસ્તાન ચોકડી વચ્ચે આવેલા એક ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને શહેરના અંદાજે 50 ટકા જેટલા પૂર્વ વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવતા અડધા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો.

App Store

ઘટનાની જાણ થતા જ નડિયાદ સહિત આસપાસના વિસ્તારોના 10 જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગોડાઉનની બરાબર ઉપરથી MGVCLની હાઈવોલ્ટેજ લાઈન પસાર થતી હોવાથી મોટી હોનારતની ભીતિ સેવાઈ રહી હતી, જેને પગલે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભંગારના જથ્થાને કારણે આગ વારંવાર ભભૂકી રહી છે, જેના કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા અને ફાયર સેફ્ટીના સાધનો વગરના ગોડાઉનો સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.