VIDEO: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિરુદ્ધ પરિણીત મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ
સોર્સ : gstv
ખેડાના કપડવંજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ શર્મા વિરુદ્ધ પરિણીત મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે નિલેશ શર્માએ મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા, હેરાનગતિ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉ મહિલા સાથે તેનો પ્રેમ સંબંધ હતો, જે મહિલાએ તોડી નાખતા આરોપીએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું. મહિલાના પતિએ સમજાવવાનો પ્રયાસ કરતાં આરોપી અને તેના પરિવારજનોએ બંને પર હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારીની ઘટના બાદ મહિલાએ આરોપી સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

