VIDEO : ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 72 IASની બદલી, ખેડાને મળ્યા નવા કલેક્ટર અને નડિયાદને કાયમી કમિશનર
સોર્સ : gstv
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટા ફેરફાર કરતા 72 આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે, જેમાં ચરોતર પ્રદેશના વહીવટી તંત્રમાં મહત્વના ફેરફારો નોંધાયા છે. ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની બદલી ગાંધીનગર ખાતે એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ અને ઇન્ડેક્સ-બીના જોઈન્ટ MD તરીકે કરાઈ છે, જ્યારે ગીર સોમનાથના કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ખેડાના નવા કલેક્ટર બન્યા છે. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જે.બી. દેસાઈના સ્થાને મોરબીના કલેક્ટર કિરણ બી. ઝવેરીની કાયમી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, આણંદના આસિસ્ટન્ટ કલેક્ટર હિરેન બરોટની બદલી અરવલ્લી-મોડાસા ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે કરવામાં આવી છે. આ ફેરબદલથી ખેડા અને નડિયાદના વિકાસ કાર્યોમાં નવી ગતિ આવવાની અપેક્ષા છે.

