Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : A major scam of land mafia stealing soil in the name of a lake in Dadusar, Kheda

VIDEO : Khedaમાં મોટું કૌભાંડ! તળાવના નામે ભૂમાફિયાનો માટી ચોરીનો ખેલ, જવાબદાર અધિકારીઓ સામે ઉઠ્યા સવાલ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના મહુધાના દડુસર ગામમાં તળાવ ઊંડું કરવાના બહાને લાખો રૂપિયાની માટી ચોરીનું નેટવર્ક સામે આવ્યું છે. ભૂ-માફિયાઓ દ્વારા બેફામ ખોદકામ કરી માટી ચોરી કરવામાં આવી રહી છે, અને અટકાવવા જનાર ગ્રામજનોને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહુધા મામલતદારે કોઈ પણ મંજૂરી આપી ન હોવાનું જણાવ્યું છે, છતાં તંત્રની આંખ નીચે ખનીજ ચોરી ચાલુ છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે આક્ષેપ કર્યો છે કે કલેક્ટરને વારંવાર ફોન કરવા છતાં તેઓ પ્રતિસાદ આપી રહ્યા નથી. અધિકારીઓની મૌન સંમતિ અને રાજકીય આશીર્વાદથી ચાલતા આ ખેલ સામે ગ્રામજનોમાં ભારે રોષ છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શું જવાબદાર અધિકારીઓ આ ભૂ-માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે?

App Store
ટોપિક્સ:gstv news