VIDEO : Kheda માં નર્મદા કેનાલને ચાર પગવાળા નહીં, બે પગવાળા ઉંદરો કોતરી ગયા’, મનીષ દોષીના BJP સરકાર પર પ્રહાર
સોર્સ : gstv
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ખેડા જિલ્લામાં નર્મદા કેનાલના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે બનાસકાંઠા અને પાટણ બાદ હવે ખેડામાં પણ કેનાલનો ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો છે, જેમાં ભાજપના નેતાઓ જ પોતાની સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો કે કેનાલને ઉંદરો નહીં પરંતુ બે પગ વાળા ઉંદરો કોતરી ગયા છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.

