VIDEO: ખેડા / ડબગરવાડમાં જીવંત વીજ કેબલ તૂટી પડતા અફરાતફરી
સોર્સ : gstv
ખેડાના મહુધાના ફિણાવ ભાગોળ પાસે આવેલા ડબગરવાડ નાકા પર વીજતંત્રની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના ટળી છે. અહીં લાઈવ વીજ કેબલ અચાનક સળગીને તૂટી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો.MGVCL દ્વારા ગઇકાલે જ નવો કેબલ નાખવામાં આવ્યો હતો, છતાં બે દિવસમાં બીજી વાર આ જ સ્થળે કેબલ સળગવાની ઘટના બની છે. સળગતા કેબલના ફડાકા અને ચિનગારીઓને કારણે રાહદારીઓ જીવ બચાવી ભાગ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા એક સપ્તાહથી અનિયમિત વીજ પુરવઠાથી તેઓ ત્રસ્ત છે. જોકે, ઘટનાની જાણ થતા જ ટીમ દોડી આવી હતી અને સમારકામ હાથ ધર્યું હતું.

