VIDEO: ખેડાના મહુધાની કેનાલમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજાના ડૂબી જવાથી મોત
સોર્સ : gstv
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના રામનગર સીમમાં આવેલી કેનાલમાં ન્હાવા પડતાં કાકા-ભત્રીજાના ડૂબી જવાથી બે યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. ઉમરેઠના સુંદલપુરા ગામના શનિભાઈ વસાવા અને સાવન વસાવા રામનગરમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ન્હાવાના સમયે ભત્રીજો ડૂબતો જતો હતો. તેને બચાવવા જતાં કાકા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બંનેના મૃતદેહો કાઢી મહુધા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને અકસ્માતે મોતનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.

