Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Turmoil in Khedana Mahudha: Armed clashes between two factions over land dispute in Alina

VIDEO: ખેડાના મહુધામાં ખળભળાટ: અલીણામાં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામે જમીન વિવાદને લઈને બે જૂથો સામસામે આવી જતાં ભારે તંગદિલી સર્જાઈ છે. અલીણા-મહીસા રોડ પર જમીનની જૂની તકરાર મામલે એક જૂથ દ્વારા અચાનક ઘાતક હથિયારો સાથે બીજા જૂથના હિન્દુ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક અથડામણમાં હિન્દુ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે ચારેય ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે, જેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સામેના પક્ષે પણ કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ મહુધા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલમાં વાતાવરણ શાંત છે પરંતુ તણાવને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ મામલે મહુધા પોલીસ મથકે પાંચથી વધુ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ અને પકડધકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

App Store