VIDEO: ઠાસરા તાલુકાના નેસ ગામે મોડી રાત્રે મકાનની દીવાલ ધરાશાયી થવાથી સાસુ અને પુત્રવધૂનું કરુણ મૃત્યુ
સોર્સ : gstv
ઠાસરા તાલુકાના નેસ ગામના વાળંદ ફળિયામાં ગત મોડી રાત્રે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ મકાનમાં કુલ પાંચ સભ્યો રહેતા હતા, જેમાંથી સાસુ પૂનમબેન વાળંદ અને પુત્રવધૂ સોહમબેન વાળંદનું ઘટનાસ્થળે જ કમનસીબ મૃત્યુ નીપજ્યું છે. સદનસીબે પુત્ર પ્રવીણભાઈ તેમજ તેર વર્ષની નિશા અને આઠ વર્ષની આરોહીનો આબાદ બચાવ થયો છે. ઈજાગ્રસ્ત બંને સગીરાઓને ત્વરિત સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડીને તમામ પાંચેય લોકોને બહાર કાઢ્યા હતા.

