VIDEO:ઠાસરા: ઓવરલોડ ડમ્પરો સામે ખાણ ખનીજ વિભાગનો સપાટો
સોર્સ : GSTV
ખેડા જિલ્લાના ઠાસરા નજીક ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ ડમ્પરો સામે સખત કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરા-વમાલી રોડ પર રોયલ્ટી પાસ કરતા વધુ માલ ભરેલા ડમ્પરો પકડી દંડ ફટકારવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં ભાવેશભાઈ, નરવતભાઈ, રાજુભાઈ અને ધર્મેશભાઈના ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક ડમ્પર રેતી અને ત્રણ ડમ્પર કપચી ઓવરલોડ હાલતમાં ઝડપાયા હતા. સ્થળ પર જ કુલ રૂ. 3 લાખ 8 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગના અધિકારી ચંદ્રેશભાઈ એમ. પરમારએ નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે.

