Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Dumpers are roaming around on the Paliyad-Botad, Sarangpur highway dressed as Yamaraj

VIDEO: પાળીયાદ- બોટાદ, સારંગપુર હાઈવે પર યમરાજ બનીને ફરી રહ્યા છે ડમ્પરો, વાહનમાંથી પડતા પથ્થરો બનશે અકસ્માતનું કારણ!

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  સાયલા થી પાળીયાદ, બોટાદ, સારંગપુર મુખ્ય હાઈવે પર ઓવરલોડ ભરીને નીકળતા ડમ્પરોથી અકસ્માતનો ભય વધ્યો છે. ડમ્પરોને એ હદે ભરવામાં આવે છે કે ચાલતા વાહનો માંથી મોટા મોટા પથ્થરો હાઈવે પર પડે છે.

App Store

જો કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ?

જો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તે પણ પ્રશ્વો ઉભા થયા છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના અકસ્માતો ડમ્પરોના કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે સાયલા-સુદામડા રોડ પર મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલા છે. છતાં ક્વોરી માલિકો પણ હાઈવે પર પથ્થરો હટાવતા નથી. શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે.