VIDEO: ખેડામાં કરોડોના ખર્ચે બનેલો નવો રોડ વરસાદમાં ધોવાયો
સોર્સ : gstv
ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વરને જોડતો અંદાજે 1 કરોડ 56 લાખના ખર્ચે તાજેતરમાં જ રીનોવેટ કરાયેલો રાજ્ય ધોરીમાર્ગ થોડા જ વરસાદમાં મોટા ગાબડામાં ફેરવાઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારીના કારણે પ્રજાના ટેક્સના નાણાં પાણીમાં ગયા છે અને આ માર્ગને કમ્પ્લીમેન્શન સર્ટિફિકેટ કેવી રીતે અપાયું તે અંગે સ્થાનિક લોકો રોષે ભરાઈને જવાબ માંગી રહ્યા છે.

