Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Terrible road accident in Kheda, 3 people died on the spot and 4 people very serious

ખેડામાં ભયાનક માર્ગ અક્સ્માતની દુર્ઘટના, 3 લોકોના ઘટનાસ્થળે મોત અને 4 લોકો અત્યંત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ખેડામાં ભયાનક માર્ગ અક્સ્માતની દુર્ઘટના,  3 લોકોના ઘટનાસ્થળે મોત અને 4 લોકો અત્યંત ગંભીર
સોર્સ : gstv

ખેડામાં ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે. માતર-તારાપુર રોડ પરની ખોડિયાર ચોકડી પાસે રિક્ષાને ઈકો કારે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત અને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાય છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત

મળતી માહિતી મુજબ, ખેડાના માતર-તારાપુર રોડ પર પૂરપાટ આવતી ઈકો કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થઈ જતાં 108ને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ઈકો કારચાલક ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો છે.

અકસ્માતને લઈને માતર-તારાપુર રોડ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ધારાસભ્ય સ્થળ પર દોડી પહોંચ્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોના નામ

  • અમરસિંહ બુધાભાઈ વાઘેલા, (રહે.શેખુપુર)
  • બળવંત વિષ્ણુભાઈ ચુનારા (રહે.દેથલી)
  • મલેક અબ્દુલકૈયુમ ડોસુમીયા (રહે.સીંજીવાડા)

ઈજાગ્રસ્તોના નામ

  • વિક્રમભાઈ અજીતભાઈ તળપદા
  • પ્રવીણભાઈ રાઠોડભાઈ રાવળ
  • લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમાર
  • ભાવનાબહેન લાલજીભાઈ રબારી
ટોપિક્સ:GSTV NewsGujarati News