VIDEO: ચાંદખેડામાં સમયસર રોડ ન બનાવનાર શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરશે AMC
અમદાવાદના ચાંદખેડા માં રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધાના ત્

અમદાવાદના ચાંદખેડા માં રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધાના ત્રણ મહિના બાદ પણ કામ શરૂ ન થતા શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે કોર્પોરેશન તંત્રએ લાલ આંખ કરી છે..તેમજ કોન્ટ્રાક્ટ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની સત્તાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે કહ્યું છે કે પ્રજાના વિકાસ કાર્યોમાં બેદરકારી કે વિલંબ જરાય ચલાવી લેવામાં આવશે નહીં. સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર અને નોટિસની અવગણના કરનાર એજન્સીઓ સામે આ પ્રકારે દાખલારૂપ પગલાં ભરવાથી અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ મોટો ફફડાટ વ્યાપી ગયો છે...




