VIDEO: ખેડામાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: ચૂંટણી પંચની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
સોર્સ : gstv
ચૂંટણી પંચની કામગીરી અને વોટ ચોરીના આક્ષેપને લઈને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદમાં વિશાળ વિરોધ રેલી અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચૂંટણી પંચ પર સંસ્થાકીય કબજો જમાવવાનો અને લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો....કોંગ્રેસ દ્વારા મતાધિકાર અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાના રક્ષણ માટે અવાજ ઉઠાવીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની દેશવ્યાપી માંગણી કરવામાં આવી છે.

