VIDEO: મહુધામાં મારામારી બાદ સ્થિતિ ગંભીર: હિન્દુ સમાજે DYSPને ઘેર્યા
સોર્સ : gstv
ખેડાના મહુધામાં અચાનક સર્જાયેલી મારામારીની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના અને તંગદિલી વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબી અને ડીવાયએસપી સહિત સમગ્ર જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મહુધા શહેર હાલ ચુસ્ત પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. દરમિયાન, ઘટનાથી આક્રોશે ભરાયેલા હિન્દુ સમાજના વિશાળ ટોળાએ ડીવાયએસપીને ઘેરી લઈ વિરોધ દર્શાવ્યો હતો અને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરી હતી. પોલીસ અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી લોકોને શાંત પાડ્યા હતા. હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર છે અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

