VIDEO: રઢુના કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણી સોમવારે ભક્તોનું મહેરામણ ઉમટ્યું
સોર્સ : gstv
પવિત્ર શ્રાવણ માસના સોમવારે ખેડાના રઢુ ગામે આવેલા ૬૦૦ વર્ષ જૂના કામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. 'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. અહીં માટીની માટલીઓમાં શુદ્ધ ઘી અર્પણ કરવાની અનોખી પરંપરા છે. મંદિરમાં વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ શ્રદ્ધાને લીધે ગુજરાત બહારથી પણ ભક્તો દર્શનાર્થે પહોંચે છે. ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી.

