VIDEO: માંગરોળના 5000 વર્ષ જૂના કામનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક નોળી નદીના કાંઠે પ્રકૃતિના ખોળે બિરાજમાન કામનાથ મહાદેવ મંદિર અંદાજે પાંચ હજાર વર્ષ જૂનું પૌરાણિક સ્થાનક છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખિત આ ધામમાં ભગવાન શ્રીકૃષ્ણે રાત્રી રોકાણ કરી શંખ, ચક્ર, ગદા અને પદ્મ અહીંના પદ્મકુંડમાં પધરાવ્યા હોવાની લોકવાયકા છે.રાજા કનકસિંહના શાસનકાળમાં રાફડા પર ગાય દ્વારા સ્વયંભૂ દૂધની ધારા વહેતા અને ખોદકામ કરતા આ પવિત્ર શિવલિંગ પ્રગટ થયું હતું. શ્રાવણ માસમાં ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસ અહીં ભવ્ય મેળો ભરાય છે. સોમવારે મહાપૂજા, વિશિષ્ટ શણગાર અને પિતૃ મોક્ષાર્થે પીપળે જળ ચડાવવા માટે હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.

