VIDEO: વડોદરાના કામનાથનગરની સોસાયટીમાં 15 ફૂટનો મગર દેખાયો, વનવિભાગે કર્યો રેસ્ક્યું
વડોદરામાં ધીમે ધીમે પુરના પાણી ઓસર્યા છે. ત્યારે બીજી આફત સામે આવી છે, શહેરના વિવિધ વિસ્તારોમાં મગર દેખાયા છે. એક વિસ્તારમાં મગરે શ્વાનનો શિકાર કરવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે વડોદરા શહેરના કામનાથ નગર વિસ્તારના નરહરી હોસ્પિટલ રોડ પરના એક મકાનમાં 15 ફૂટનો મગર દેખાયો હતો.
15 ફૂટના મગરને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાવવામાં આવ્યો
15 ફૂટના મગરને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાવવામાં આવ્યો છે. આમ ઘરમાં પાણી ઉતરતા જ મગરે દેખા દીધી હતી. સ્થાનીકોએ વન વિભાગને તુંરત જ જાણ કરી હતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓ સાથે મળીને મગરનું રેસ્કયું કરવામાં આવ્યું હતું.

