VIDEO: ડાકોરમાં શ્રાવણ માસનો ઉત્સાહ: રણછોડરાયજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
સોર્સ : gstv
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં ભક્તિનું અદભુત ઘોડાપૂર ઉમટ્યું છે. શ્રાવણ માસ દરમિયાન કાળિયા ઠાકોરની મંગળા આરતી સવારે 6:45 વાગ્યે શરૂ થાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં તે સવારે 7:15 ના અરસામાં થતી હોય છે. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ મંગળા આરતી અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર મહિનામાં ભગવાનના દર્શન કરવાથી અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે..

