VIDEO: ડાકોરમાં ભારે વરસાદથી રણછોડપુરા ગામ સંપર્કવિહોણું,શરૂ થયો સેવાયજ્ઞ
સોર્સ : gstv
ડાકોરમાં મેઘરાજાના કહેરથી અનેક વિસ્તારો પાણીમાં પ્રભાવિત થયા છે. ડાકોરથી બે કિલોમીટર દૂર આવેલા ૬૦૦ ની વસ્તી ધરાવતા રણછોડપુરા ગામમાં ગોમતી નદીના પાણી બેક મારતા ગામ સંપર્કવિહોણું બન્યું છે અને લોકો કેડસમા પાણીમાં મુશ્કેલીમાં મુકાયા છે. ગરીબોના ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે કે દર વર્ષની આ સમસ્યા છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર ફરકતા પણ નથી. આ સાથે નાની ભાગોળના રહેવાસીઓ પણ મુશ્કેલીમાં છે. આ મુશ્કેલ સમયમાં 'ગંગા સમગ્ર સમિતિ' મદદે આવી છે અને સમિતિના સભ્યો દ્વારા અંદાજે ૭૫ વ્યક્તિઓ માટે શાક અને ખીચડી સહિતના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

