VIDEO: ડાકોરમાં ભગવાન જગન્નાથની ૨૫૪મી રથયાત્રામાં મેઘરાજાની પધરામણી, ભક્તોમાં આનંદનો માહોલ
સોર્સ : gstv
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રોહિણી નક્ષત્ર અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની ૨૫૪મી ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળી હતી. આ પવિત્ર અવસરે કાળિયા ઠાકોરને ગરમી ન લાગે તે માટે જાણે કુદરતે પણ વિશેષ વ્યવસ્થા કરી હોય તેમ અચાનક જ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી.
વરસાદી ઝાપટું પડતાં જ સમગ્ર વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદ સાચા અર્થમાં જીવતદાન સમાન સાબિત થયો છે. ડાકોરમાં વરસેલા આ કાચા સોના સમાન વરસાદથી ભક્તો, પ્રજાજનો અને ધરતીપુત્રોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

