VIDEO: ડાકોરમાં દુર્દશા સામે શાંતિલાલ પટેલના આમરણાંત ઉપવાસ
સોર્સ : gstv
યાત્રાધામ ડાકોરમાં ભ્રષ્ટાચાર અને સુવિધાઓના અભાવના આક્ષેપો વચ્ચે સામાજિક કાર્યકર શાંતિલાલ પટેલે 15 ઓગસ્ટથી રણછોડરાય મંદિરના મુખ્ય દરવાજા સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. વિકાસ કામોમાં ગેરરીતિ અંગે મામલતદાર, ટીડીઓ અને કલેક્ટરને રજૂઆતો છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ છે. બસ સ્ટેન્ડથી મંદિર સુધી શૌચાલય કાર્યરત નથી. ₹6 કરોડના ખર્ચ છતાં આઇકોનિક રોડ સહિત રસ્તાઓ બિસ્માર છે. ભાજપ પ્રમુખ વિપુલ શાહે માર માર્યાના તથા એટ્રોસિટી કેસ કરાવવાના પ્રયાસના પણ આક્ષેપ કરાયા છે.

